: amplawcollege@gmail.com

: 0281 - 2465523

 

  1. આ કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તા. 23/05/2023 થી 14/06/2023 રાત્રે 12:00 કલાક સુધીમાં અરજી પત્રક ભરી શકાશે.
  2. અરજી કરવા માટે વિદ્યાર્થીઓએ નીચે મુજબનાં સ્ટેપ અનુસરવાનાં રહેશે.
    1. સૌપ્રથમ વિદ્યાર્થીએ (ADMISSION મેનુ પર જઈને REGISTER NOW બટન પર કલીક કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
    2. અહિં વિદ્યાર્થીએ નામ, ૧૨માં ધોરણ ની માર્કશીટ ના બેઠક નંબર તથા પાસ કર્યાનુ વર્ષ અને જન્મ તારીખ થી રજીસ્ટર કરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીને તેના રજીસ્ટ્રેશન નંબર સ્ક્રીન ઉપર દેખાશે, જે વિદ્યાર્થીએ નોંધી લેવાના રહેશે.
    3. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ કોલેજની વેબસાઈટ (www.amplc.ac.in) પર Admission પર ક્લીક કરવાથી એડમીશન રજીસ્ટ્રેશન વિન્ડો ઓપન થશે.
    4. ત્યાં રજીસ્ટ્રેશન દરમિયાન સ્ક્રીન પર આવેલ રજીસ્ટ્રેશન નંબર તથા જન્મ તારીખ એન્ટર કરી Login now પર ક્લીક કરવાનું રહેશે.
    5. Login now પર ક્લીક કરવાથી સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવાની રહેશે. (અહીં લાલ ફુદરડી (*) નિશાની હોય તેની વિગતો ફરજીયાત ભરવાની રહેશે.) “Personal Details” માં મોબાઈલ નં. તથા E-mail ID માંગ્યા છે, તેની વિગત લખવી જેથી જરૂર જણાયે કોલેજ વિદ્યાર્થીને માહિતગાર કરી શકે. “Personal Details” ભર્યા બાદ “Correspondence Details” ભરવાની રહેશે.
    6. “Correspondence Details” ભર્યા બાદ માત્ર ગ્રેજ્યુએશનની જ “Educational Details” ભરવાની રહેશે, (Yearly માટેઃ માત્ર T.Y. ના જ Total Marks લખવા, તથા Semester માટેઃ તમામ Semester ના Grand Total Marks જ લખવા) જેને એડમીશન મેરીટ માટે ગણતરીમાં લેવામાં આવશે. ત્યાર બાદ નીચે મુજબનાં Documents સ્પષ્ટ રીતે વાંચી/જોઇ શકાય તેવા નિયત ફોર્મેટ (Maximum 500 kb in JPEG/PDF format only) માં Upload કરવાનાં રહેશે.
      • ફોટો (White Background only) - Max Size 25 Kb
      • સહી - Max Size 25 Kb
      • School Leaving Certificate
      • S.S.C. Mark sheet
      • H.S.C. Mark sheet
      • Last Graduation Mark sheet (Sem-6 OR T.Y.) જે વિધાર્થીઓની છેલ્લાં સેમેસ્ટર (વર્ષ 2022-23) ની ઓરિજનલ માર્ક્સશીટ આવેલ ના હોય તો તેઓએ પ્રોવિઝનલ માર્ક્સશીટ અપલોડ કરવાની રહેશે. પરંતુ જો તેઓનું મેરીટ માં નામ આવે તો ડોક્યુમેન્ટ ચકાસણી સમયે ઓરિજનલ માર્ક્સશીટ રજૂ કરવાની રહેશે.
      • જે વિદ્યાર્થીઓ પાસે Degree Certificate ના હોય તો તેમણે સંબધિત યુનિવર્સીટી નું Provisional Degree Certificate Upload કરવાનું રહેશે.
      • OBC, SC તથા ST કેટેગરી નાં તમામ વિદ્યાર્થીઓએ સક્ષમ અધિકારીનું Caste Certificate Upload કરવાનું રહેશે.
      • OBC કેટેગરી નાં વિદ્યાર્થીઓએ OBC કેટેગરી નો લાભ લેવા માટે સક્ષમ અધિકારીનું Non-Creamy Layer Certificate Upload કરવાનું રહેશે.
      • EWS નો લાભ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ સક્ષમ અધિકારીનું નિયત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
      • અન્ય યુનિવર્સીટીમાંથી અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓએ Provisional Eligibility Certificate (PEC) Upload કરવાનું રહેશે.
      • શારીરિક ખોડ-ખાપણ ધરાવતા વિદ્યાર્થીઓએ PH નું સર્ટીફીકેટ Upload કરવાનું રહેશે.
      • નોકરી કરતા વિદ્યાર્થીઓએ સંબંધીત સંસ્થાનું NOC (No Objection Certificate) Upload કરવાનું રહેશે.
      • Any Govt. approved ID Proof Upload કરવાનું રહેશે.
    7. Documents Upload કર્યા બાદ Save and Continue પર Click કરવાથી Application Preview open થશે.
    8. ત્યાર બાદ “Self-Declaration” માં Check Box પર Click કરવું.
    9. જો આપના અરજીપત્રકમાં કોઈ સુધારા કરવાના હોય તો Edit Application માં જઈને કરી શકાશે. આ સુવિધા અરજી Confirm કરતાં પહેલા ઉપલબ્ધ છે. એક વખાત અરજી Confirm થઈ ગયા બાદ આ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.
  3. અરજી પત્રકને Confirm કર્યા બાદ Final Print/Download કરી સાચવવાની રહેશે, અરજી પત્રકની Print Copy Admission Confirm થયા બાદ Original Documents સાથે રજુ કરવાનું રહેશે.
  4. સંભવિત Merit List ની તારીખ : 27/06/2023