: 0281 - 2465523
21 Mar, 2023
ઉદીશા અંતર્ગત “Memory and Mind Power : Myths and Reality” વિષય પર વર્કશોપ
20 Mar, 2023
એ એમ પી લૉ કોલેજનો વિદાય માન સમારંભ યોજાયો જેમાં રાજકોટ જિલ્લાના પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ અને કોર્પોરેટર ડૉ. નેહલભાઈ શુક્લ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરેલ.
28 Feb, 2023
કાયદા શાખાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક જ્ઞાનમાં અને વ્યાવસાયિક જ્ઞાનમાં પણ વધારો થાય તે માટે કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ગુજરાત હાઇકોર્ટ, ગુજરાત વિધાનસભા, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ગુજરાત માહિતી આયોગ તેમજ દાંડી કુટીરની પણ મુલાકાત લેવામાં આવી હતી.
08 Feb, 2023
“વકીલાતનાં વ્યવસાયમાં પ્રક્રિયાત્મક કાયદાઓનું મહત્વ” પર વર્કશોપનું આયોજન
10 Dec, 2022
તા. ૧૦/૧૨/૨૨નાં રોજ એ. એમ. પી. સરકારી લો કોલેજ, રાજકોટ દ્વારા આંતર કલાસ મૂટકોર્ટ સ્પર્ધાનાં ફાઈનલ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તથા નિર્ણાયક તરીકે ડીસ્ટ્રીક જજ પી. એમ. ત્રિવેદી, એડીશનલ સિવિલ જજ એ. એમ. ઓઝા, એન. એચ. નંદાણીયા, સેક્રેટરી DLSA, રાજકોટ હાજર રહ્યા હતા. આંતર ક્લાસ મૂટકોર્ટ સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ તા. ૦૯/૧૨/૨૦૨૨નાં રોજ થયેલ જેમાં વિધ્યાર્થીઓની કુલ 7 ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
25 Nov, 2022
તા. ૨૫/૧૧/૨૦૨૨નાં રોજ બંધારણ દિવસની પૂર્વ સંધ્યાએ એ.એમ.પી સરકારી લો કોલેજ ખાતે સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન એ.એમ.પી. સરકારી લો કોલેજ, કાયદાભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, માનવ અધિકાર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા લીગલ રીસર્ચ ફાઉન્ડેશન, ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
26 Sep, 2022
ગુજરાત સરકારના કલાઇમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે સર્ક્યુલર નં : NSS/CLIMATE CHANGE/2022/9280-20344 અનુસાર કોલેજ દ્વારા કાર્યક્રમ નું પાંચ દિવસ નું વિવિધ સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું
04 Jul, 2022
તા. 4/7/2022 થી 7/7/2022 દરમિયાન ઇનોવેશન ક્લબ અંતર્ગત ચાર દિવસીય પ્રબોધ તાલીમ નું આયોજન કરાયું હતું