20 Dec, 2025
A.M.P. Government Law College, Rajkot
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળલગ્ન જેવી સામાજિક કુરિતી સામે કાનૂની જાગૃતિ ફેલાવવાનો તથા કાયદાની ભૂમિકા અંગે કાયદાના વિદ્યાર્થીઓને સંવેદનશીલ બનાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ, 2006ની જોગવાઈઓ, બાળલગ્નના દૂષ્પરિણામો અને તેના નિવારણ માટે ઉપલબ્ધ કાનૂની ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં કાયદાના વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ કાનૂની ચર્ચા, પ્રશ્નોત્તરી અને સંવાદ દ્વારા વિષયને વધુ સારી રીતે સમજ્યો. સમાજ સુરક્ષા ખાતા તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પ્રતિનિધિઓએ બાળઅધિકાર સંરક્ષણ અને સમયસર ફરિયાદ નોંધાવવાની અગત્યતા ઉપર ભાર મૂક્યો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી, બાળઅધિકાર અને કાનૂની સહાય અંગે જાગૃતિ વિકસાવવામાં મદદ મળી. કાર્યક્રમના અંતે *“ચાઇલ્ડ મેરેજ ફ્રી ભારત”*ના સંકલ્પ સાથે સૌએ બાળલગ્ન મુક્ત સમાજ માટે યોગદાન આપવાનો સંદેશ આપ્યો. આ રીતે, એ.એમ.પી. ગવર્નમેન્ટ લો કોલેજ, રાજકોટની લીગલ એઇડ ક્લિનિક દ્વારા આયોજિત આ પહેલ સમાજમાં કાનૂની જાગૃતિ ફેલાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ.