19 Feb, 2026
A.M.P. Government Law College, Rajkot
ગુજરાતી સાહિત્ય અકાદમી અને એ.એમ.પી. લો કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ???? ડૉ. જીનલ સોલંકી દ્વારા અછાંદસ, ગીત, ગઝલ અને કવિતાનું સુંદર વાચન કરવામાં આવ્યું. ???? ડૉ. મોન્ટુ કુમાર દ્વારા ભાષાનું મહત્વ તેમજ કાયદાની ભાષા વિશે માહિતીપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું. ???? અતિથિ વિશેષ તરીકે પધારેલા ડૉ. પરેશ રાવલ દ્વારા ભાષાની અગત્યતા વિશે પ્રેરણાદાયી સંબોધન કરવામાં આવ્યું. ???? આચાર્યશ્રી દ્વારા માતૃભાષાના મહત્ત્વ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો. તદુપરાંત, ગુજરાતના મહાન કવિઓ જેમણે વર્ષોથી ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે, તેમની તસવીરો વિદ્યાર્થીઓને દર્શાવી શ્રદ્ધાપૂર્વક વંદન કરવામાં આવ્યું. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે ગૌરવ અને સંવેદનાનો સંદેશ પ્રસરી રહ્યો છે.