: amplawcollege@gmail.com

: 0281 - 2465523

ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધામાં એ.એમ.પી. લૉ કોલેજ, રાજકોટની વિદ્યાર્થીની ઇશિતા ખૂંટની રાજ્યકક્ષાની ફાઇનલમાં પસંદગી

20 Oct, 2026

AMP GOVERNMENT LAW COLLEGE RAJKOT

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે યોજાયેલી ઝોનલ કક્ષાની ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-૨૦૨૬માં એ.એમ.પી. લૉ કોલેજ, રાજકોટની વિદ્યાર્થીની ઇશિતા રાજેશભાઈ ખૂંટે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ₹૧૧,૦૦૦નું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે. આ સાથે તેમની રાજ્યકક્ષાએ યોજાનાર ફાઇનલ રાઉન્ડ માટે પસંદગી થઈ છે. રાજ્યકક્ષાની ફાઇનલમાં સ્થાન મેળવનારા આઠ સ્પર્ધકોમાં ઇશિતાનો સમાવેશ થયો છે. તેમની આ સિદ્ધિથી કોલેજ પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. કોલેજના આચાર્ય ડૉ. કમલેશ બુધ્ધભટ્ટી તથા કાર્યક્રમના સંયોજક ડૉ. રોનક ભેસદડિયાએ તેમજ સમગ્ર કોલેજ પરિવારે ઇશિતાને હાર્દિક અભિનંદન પાઠવી રાજ્યકક્ષાની ફાઇનલમાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

Event Gallery